6 વર્ષે મલાલા પાકિસ્તાન આવી, તાલિબાને ગોળી માર્યા બાદ છોડ્યો હતો દેશ
મલાલા 17 વર્ષની ઉંમરમાં નોબલ પુરસ્કાર મેળવનારી સૌથી યુવા એવોર્ડ વિજેતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાક મીડિયા પ્રમાણે ગુરુવારે સવારે આશરે 1.41 કલાકે પાકિસ્તાનના બેનઝીર ભુટ્ટો ઇન્ટનેશનલ એરપોર્ટ પર તેનું વિમાન ઉતર્યું હતું. મલાલાના આગમન પર તેની સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વિમાન ઉતર્યા બાદ તેને સ્થાનિક હોટલમાં લઇ જવામાં આવી. સુરક્ષાને ધ્યાનમાં રાખી તેની યાત્રાનું વિવરણ ગુપ્ત રાખવામાં આવ્યું છે.
મલલાએ જાન્યુઆરી 2018માં દાવોસમાં આયોજિત વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં કહ્યું હતું કે, મને વિશ્વાવાસ છે કે એક દિવસ હું પાકિસ્તાન જરૂર જઈશ અને મારો દેશ જોઈએ.
મલાલા યૂસુફઝઈ પશ્ચિમ પાકિસ્તાનમાં તમામ બાળકોના અભ્યાસના અધિકાર માટે અભિયાન ચલાવતી હતી. તે તમામ લોકોને તાલિબાનના આદેશને અવગણીને તેમની બહેન-દીકરીઓને સ્કૂલ મોકલવા અપીલ કરતી હતી. તેનાથી તાલિબાનના આતંકીઓ નારાજ થઈ ગયા અને ઓક્ટોબર 2012માં 15 વર્ષની મલાલા જ્યારે સ્કૂલમાંથી ઘરે જવા વાનમાં બેસી રહી હતી ત્યારે માથામાં ગોળી મારવામાં આવી. જે બાદ તેને પેશાવરની મિલ્ટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ હાલત ખરાબ થવાના કારણે વધુ સારવાર માટે લંડન મોકલી દેવામાં આવી. હાલ મલાલા લંડનમાં રહે છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહિદ ખાકાન અબ્બાસી મલાલા સાથે મુલાકાત કરશે તેમ કહેવામાં આવી રહ્યુ છે. જિયો ન્યૂઝ પ્રમાણે મલાલા પારંપરિક પાકિસ્તાન સલવાર, કમીઝ અને દુપટ્ટો પહેરીને વિમાનમાંથી ઉતરી. તેની સાથે તેની માતા અને પિતા પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. મલાલા ચાર દિવસ સુધી પાકિસ્તાનમાં રહેશે. વિશ્વભરમાં છોકરીઓની શિક્ષા માટે મલાલાએ મલાલા ફંડની સ્થાપના કરી છે.
લાહોરઃ નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યૂસુફઝઈ પાકિસ્તાન પરત ફરી છે. તાલિબાની આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તે પ્રથમ વખત પાકિસ્તાન આવી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ મલાલા ગુરુવારે વહેલી સવારે દુબઈ થઈ પાકિસ્તાન પહોંચી છે. છ વર્ષ પહેલા 2012માં તાલિબાની આતંકીઓ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ગોળી મારવામાં આવ્યો હતો. જે બાદ તેણે પાકિસ્તાન છોડી દીધું હતું અને ઇંગ્લેન્ડમાં રહેતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -