તેણે એક સમાચારપત્ર સાથે વાત કરતાં કહ્યું કે, ‘જ્યારે મને ખ્યાતિ મળી ગઈ પછીથી મારામાં એક ઝૂનુન સવાર થઈ ગયું. 1985-1987ની વચ્ચે હું દરરોજ લગભગ ત્રણ સ્ત્રીઓ સાથે સૂતો. મેં ક્યારેય ના નથી પાડી.
જોકે મિક હવે ગેબ્રિએલા વેસબેકી સાથે ખુશખુશાલ લગ્ન જીવન પસાર કરી રહ્યો છે. 59 વર્ષના મિકે અખબાર સાથે વાત કરતાં કબુલ્યું કે તેણે 3000 યુવતીઓ સાથે સુવાનો તો ઈનકાર કર્યો છે.
મિકે કહ્યું કે, ‘મને કોઈ ખ્યાલ નથી. હું બેડ પર કોઈ એવી કાઉન્ટ ચીપો લગાવતો નથી અને ગણતરી વિશે ક્યારેય વિચાર્યું નથી. જે કોઈ મને ઓળખે છે તે જાણે છે કે હું આવી વાતો કરતો નથી. તેમજ પબમાં મિત્રો વચ્ચે પણ આવી રીતે છોકરીઓની વાતો નથી કરતો.
સિંગર મિક તેના ટ્રેડમાર્ક સર્પાકાર લાલ કલરના વાળ માટે પણ જાણીતો છે. વર્ષોથી તે માર્ટિન, હેલેના, કેથરિન, અલરીકા જોનસન, બ્રિગેટ નિલ્સન અને એલિસિયા ડુવલ સહિતના ઘણાં સ્ટાર સાથે જોડાયેલો હતો. જો કે મિક બાદમાં 2002માં ગેબ્રિએલા વેસબેરી સાથે જોડાઈ ગયો કે જેને તેણે 90ના દશકામાં ડેટિંગ કર્યું હતું.