આ નવા પ્લાન સાથે ગ્રાહકોને વધારે ડેટા આપવામાં આવશે અને અનલિમિટેડ નોન જિયો કોલિંગ પણ હશે. પરંતુ આ અગાઉની માફક અનલિમિટેડ કોલિંગ નથી, પરંતુ આ પેકમાં મહિનાભર માટે 1000 મિનિટ જ નોન જિયો યુઝર્સને કોલ કરી શકાશે. તેને અનલિમિટેડ સાથે FUP લગાવવા કહે છે.
હાલ ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ગજબની હરીફાઇ જોવા મળી રહી છે ત્યારે બાજી પોતાના પક્ષે કરવા માટે Jio કોઇ કચાશ રાખવા માંગતું નથી. ત્યારે જીયોના આ પ્લાન્સના કારણે વિવિધ સર્વિસ સાથે પ્રાઇસને યાદ રાખવાનું લોકો માટે સરળ બનશે. આ પ્લાનની કિંમત અનુક્રમે 222 (28 દિવસ), 333 (2 મહિના) અને 444 (3 મહિના) રાખવામાં આવી છે.
રૂપિયા 222 નો પ્લાનઃ તે 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન છે. તે અંતર્ગત જિયોથી જિયો અનલિમિટેડ કોલિંગ છે અને 2જીબી ડેટા દરરોજ મળશે. પરંતુ જિયોથી બીજા નેટવર્ક પર 1000 મિનિટ જ કોલ કરી શકાય છે.
રૂપિયા 333 નો પ્લાનઃ આ પ્લાનમાં 222 પ્લાનની જેમ તમામ સુવિધા મળશે ઉપરાંત વેલિડીટી 56 દિવસની રહેશે.
રૂપિયા 444 નો પ્લાનઃ આ પ્લાનની વેલિડિટી 84 દિવસની રહેશે. 2 જીબી દરરોજ ડેટા મળશે. ઉપરાંત જિઓથી અન્ય નંબર પર કોલિંગ માટે 1000 મિનિટ મળશે.
રૂપિયા 555 નો પ્લાનઃ આ પ્લાનમાં 444 પ્લાનની જેમ જ તમામ સુવિધનો લાભ મળશે. જિઓ થી અન્ય નેટવર્ક પર કોલિંગ કરવા માટે 3000 મિનિટ મળશે.