‘અમારુ પાકિસ્તાન’ કહીને ફસાયા મીકા સિંહ, રાજ ઠાકરેની પાર્ટીએ કહ્યું–મહારાષ્ટ્રમાં માઇક નહિ પકડવા દઇએ
મીકા સિંહનો વિડિયો એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે ભારતની સરહદ પર પાકિસ્તાન દરરોજ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. લોકો મીકા પર ગુસ્સો કરી રહ્યા છે જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અમેય ખોપરે કહ્યું કે મીકાને મહારાષ્ટ્રમાં માઇક નહી પકડવા દઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવુડ સિંગર મીકા સિંહ અમેરિકામાં હમારા પાકિસ્તાન નામના કોન્સર્ટને લઇને વિવાદમાં સપડાયા છે. મીકા સિંહએ પ્રશંસકો સાથે અપીલ કરતા કહ્યું કે અમે સાથે મળીને ભારત અને અમારા પાકિસ્તાન સાથે સ્વતંત્રદિન ઉજવીએ છે. ભારત 15 ઓગષ્ટે આઝાદ થયું હતુ ત્યારે અમારુ પાકિસ્તાન 14 ઓગષ્ટે. તેમના આ નિવેદન પર લોકોએ તેમને ટ્વિટર પર ટ્રોલ કર્યો છે ત્યારે બીજી બાજુ મહારાષ્ટ્ર તરફથી નવનિર્માણ સેનાના નેતા અમેય ખોપરે તેમને ખુલ્લી ધમકી આપી છે.
જણાવી દઇએ કે હ્યૂસ્ટનમાં 12 ઓગષ્ટે મીકા સિંહનો શૉ થવા જઇ રહ્યો છે. શૉ પહેલા મીકા સિંહે એક વિડિયો પોસ્ટ કરતા ભારત અને પાકિસ્તાનના પ્રશંસકોને અપીલ કરી છે કે તેઓ આ શૉમાં સામેલ થાય. આ વિડિયોમાં તેની સાથે પાકિસ્તાની પ્રમોટર પણ હાજર હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -