સેમસંગે લોન્ચ કર્યો કિલર 8 ફ્લિપફોન, આ સ્ટાઈલિશ ફોનમાં મળશે 2-2 ડિસ્પ્લે
નવી દિલ્હીઃ સ્માર્ટફોનન પહેલા તમને સ્ટાઈલિશ ફ્લિપફોનનો સમય યાદ હશે. આ જ યાદને ફરી તાજી કરતા સેમસંગે એન્ડ્રોઈડ આધારિત નવો ફ્લિપ પોન SM-G9298 બજારમાં ઉતાર્યો છે. ફોનની સૌથી મોટી ખાસિયત આ ફોનની 2 સ્ક્રીન છે. કંપનીએ હાલમાં તેને ચીનના બજારમાં ઉતાર્યો છે.
ત્યાં કંપનીએ તેને કિલર 8 નામથી બજારમાં ઉતાર્યો છે. આ ફોન ચીનમાં ક્યારે અને કઈ કિંમત પર ઉપલબ્ધ થશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ઉપરાંત ભારતમાં આ ફોન ક્યારથી ઉપલબ્દ થશે તેના વિશે પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી.
ફોનના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં બે ડિસ્પ્લે આપવામાં આવ્યા છે. એક કવરમાં અને બીજી ફ્લિપની અંદર. બન્ને બાજુ 4.2- ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનનું રિઝોલ્યૂશન 1920 x 1080 પિક્સલ છે. આ ફોન એવિએશન-ગ્રેડ એલ્યુમિનિયમથી બનેલ છે. આ ડિવાઈસમાં ક્વાડ-કોર પ્રોસેસર છે.
આ ફોન 4જીબી રેમથી સજ્જ છે, જ્યારે તેની ઇનબિલ્ટ સ્ટોરેજ 64 જીબીની છે. યૂઝરની પાસે આ ઉપલબ્ધ સ્ટોરજને માઈક્રોએસડી કાર્ડની મદદથી 256 જીબી સુધી વધારવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
હવે વાત કરીએ તેના કેમેરાની તો તેમાં ઓટો ફોકસ અને LED ફ્રલેશની સાથે 12-મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેના સેલ્ફી કેમેરો 5-મેગાપિક્સલનો છે. ફોનમાં પાવરબેકઅપ માટે 2300mAhની બેટરી આપવામાં આવી છે.
આ બેટરી વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સેમસંગ અનુસાર આ 238 કલાકનો સ્ટેન્ડબાય સમય આપશે. ઉપરાંત, તેમાં સેમસંગ પે એપ, સેક્યોર ફોલ્ડર, મલ્ટી ફંક્શન કોન્ફિગર કરતી હોટકી અને S વોયસ ફીચર્સ છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.