મુંબઈઃ એક્ટર મિલિંદ સોમણ હાલમાં પ્રોફેશનલ લાઈફની તુલનામાં પર્શનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પત્ની અંકિતા કંવર સાથે તેનું ખાસ બોન્ડિંગ જોવા મળે છે. મિલિંગ સોશિયલ મીડિયા પર અંકિતા સાથે તસવીર અને વીડિયો શેર પણ કરતા રહે છે. હાલમાં જે તે વાઈફ સાથે લેહ વેકેશન ગાળવા નીકળ્યા છે. આ દરમિયાન એક વીડિયો મિલિંદે શેર કર્યો છે જેમાં તે અને અંકિતા સાથે ટાઈમ સ્પેન્ડ કરતો જોવા મળી રહ્યો છે.


વીડિયોમાં મિલિંદ ડાન્સ કરતા કરતા પોતાની પત્નીને કિસ કરતા દેખાઈ રહ્યા છે. મિલિંદે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે રોહતાંગ લામા ફન ટાઈમ. મનાલીથી લેહ સુધી જતી વખતે ઉંચાઈ પર કુદકા મારવાનો ત્યાં સુધી કોઈ મતલબ નથી રહેતો કે જ્યાં સુધી તમારી સાથે કોઈ એવી વ્યક્તિ ન હોય કે જે તમને પ્રેમ કરતી હોય.


આ વીડિયોમાં પાછળ પહાડી વિસ્તારનું કોઈ મજેદાર સંગીત પણ વાગતું સંભળાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 53ની ઉંમરે મિલિંદની ફિટનેસ લોકોને ઈન્સપાઈર કરે છે. વેકેશન હોય કે પછી પોતાનું ઘર તે વર્કઆઉટ કરવાનું નથી ભુલતો. અંકિતા પર તેનો પુરો સાથ આપે છે. જો કે મિલિંદ અંકિતા કરતા 26 વર્ષ મોટો છે પરંતુ બન્નેની કેમેસ્ટ્રી અને કનેક્શન શાનદાર છે.