મોસ્ટ અવેટેડ વેબ સીરીઝ ‘મિર્ઝાપુર 2’નું ટ્રેલ આવતા જ ધૂમ મચી ગઈ હતી. અનેક બોલિવૂડ સેલેબ્સથી લઈને ઓડિયન્સએ પણ તેના ખૂબ વખાણ કર્યા છે. હાલમાં જ મેકર્સે તેનું ટીઝર લોન્ચ કરીને લોકોનું એક્સાઈટમેન્ટ વધારી દીધું હતું. ટીઝરમાં દમદાર ડાયલોગ છે અને સીન છે, જે લોકોની ઉત્સુક્તા વધારી રહી હતી.
પ્રથમ ટીઝર શેર કરતાં મિર્ઝાપુર એમેઝોને લખ્યું હતું, “ખાસ લાવ્યા છે તમારા માટે બન્ને પક્ષોનો મેસેજ” આ ટીઝરમાં એક બાજુ કાલીન ભૈયા અને મુન્ના ત્રિપાઠી છે અને બીજી બાજુ ગુડ્ડુ પંડિત અને ગોલૂ છે. તેની સાથે જ મુન્ના ત્રિપાઠી, ગોલૂનો દમદાર યાગલો છે. આ ટીઝરમાં ગુડ્ડુ પંડિતની મિર્ઝાપુર વાપસી અને મિર્ઝાપુર પર રાજ કરવાનો પ્રયત્ન કરતો બતાવવામાં આવ્યો છે.
જણાવીએ કે, મિર્ઝાપુરમાં પંકજ ત્રિપાઠી, દિવ્યેંદુ શર્મા, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, પ્રિયાંશુ પેન્યુલી, ઇશા તલવાર, અમિત સિયાલ અને અંજુમ શર્મા સહિત અનેક સ્ટાર કલાકાર છે. તેને રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે પ્રોડ્યૂસ કરી છે.