સૂત્રોના જણાવ્યા અનુસાર વેક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. અને દસ રાજ્યોના લગભગ 28 હજાર લોકોને વેક્સીન આપવામાં આવશે. ભારત બાયોટેક લિમિટેડે આ મહિનાની શરૂઆતમાં પ્રથમ બે તબક્કાના પરિણામ આધાર પર ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી માંગી હતી જેના પરિણામ અગામી વર્ષના ફેબ્રુઆરી મહિના સુધીમાં આવી જશે.
ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા તૈયાર આ વેક્સીન સંપૂર્ણરીતે સ્વદેશી છે. જેને આઈસીએમઆર અને હૈદરાબાદની ભારત બાયોટેક લિમિટેડે મળીને તૈયાર કરી છે.