મિશન મંગલઃ 200 કરોડની ક્લબમાં અક્ષય કુમારની પ્રથમ ફિલ્મ, સલમાનનો તોડ્યો રેકોર્ડ
abpasmita.in
Updated at:
13 Sep 2019 04:36 PM (IST)
મિશન મંગલની શાનદાર કમાણીએ એકવાર ફરી અક્ષય કુમારને બોક્સ ઓફિસનો ખેલાડી સાબિત કરી દીધો છે.
NEXT
PREV
મુંબઇઃ અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ રીલિઝના ચાર સપ્તાહ બાદ પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ફિલ્મએ ભારતમાં 200.16 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે 200 કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થનારી અક્ષય કુમારની પ્રથમ ફિલ્મ બની ગઇ છે. મિશન મંગલની શાનદાર કમાણીએ એકવાર ફરી અક્ષય કુમારને બોક્સ ઓફિસનો ખેલાડી સાબિત કરી દીધો છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી લખ્યુ હતું કે, મિશન મંગલે 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ અક્ષય કુમારની પ્રથમ ડબલ સેન્ચુરી છે. મિશન મંગલે ચોથા સપ્તાહમાં શુક્રવારે 73 લાખ, શનિવારે 1.40 કરોડ રૂપિયા, રવિવારે 2.10 કરોડ, સોમવારે 61 લાખ, મંગળવારે 1.01 કરોડ, બુધવારે 54 લાખ, ગુરુવારે 63 લાખ રૂપિયાની કમાણી કરી છે. મિશન મંગલે ત્રણ દિવસમાં 50 કરોડ, પાંચ દિવસમાં 100 કરોડ, 11 દિવસમાં 150 કરોડ અને 29 દિવસમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરી અક્ષય કુમારને તેની સૌથી મોટી હિટ આપી દીધી છે.
મિશન મંગલ 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઇ હતી. આ અગાઉ સ્વતંત્રતા દિવસના દિવસે સૌથી વધુ કમાણીનો રેકોર્ડ સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઇગરના નામે હતો. સલમાન-કેટરિનાની ફિલ્મ લાઇફટાઇમ કલેક્શન 198.78 કરોડ હતો. જેને મિશન મંગલે 200 કરોડ કમાણી કરી તોડી દીધો છે. મિશન મંગલ ઇસરોના મંગલ અભિયાનની સત્ય કહાની પર આધારીત છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી સિન્હા અને શરમન જોશી મુખ્ય ભૂમિકામાં છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -