નવી દિલ્હીઃ આપણાં દેશમાં અલગ અલગ પ્રકારના ભ્રમ ફેલાયેલા છે જેનો સામનો ઈચ્છા ન હોવા છતાં પણ ભારતીય મહિલાઓ સૌથી વધારે કરી રહી છે. કેટલાક ભ્રમ એવા હોય છે જે મહિલાઓની બ્રેસ્ટ અને બ્રેસ્ટફીડિંગને સાથે જોડાયેલ છે. આ તમામ ભ્રમને પાછળ છોડીને જાણીતી મોડર્ન ફેશન બ્લોગર શાયૂન મેંડેલુકે દીકરાને બ્રેસ્ટફીડિંગ કરવાત એક બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરમાં શાયૂન સુંદર લવન્ડર લહંગો પહેરેલી જોવા મળી રહી છે. આ ફોટોશૂટ બાદ શાયૂન સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે તેની તસવીરો ચર્ચામાં છે.



શાયૂન જાહેરમાં તેનાં દીકરાને બ્રેસ્ટફીડિંગ કરાવે છે. એવું કરવામાં તે તે મહિલાઓનાં મનમાંથી ડર કાઢવા માંગે છે જે જાહેરમાં બ્રેસ્ટફીડિંગથી સંકોચ અનુભવે છે.

સોશિયલ મીડિયા પર શાયૂનની આ બોલ્ડ તસવીરો ઘણી જ વાયરલ થઇ રહી છે. જેને લોકો પસંદ પણ કરી રહ્યાં છે. શાયૂન મોડલની સાથે એક લેખક પણ છે. તેણે વેક અપ નામથી એક બૂક લખી છે જે ઘણી જ પ્રખ્યાત છે. શાયૂનની આ તમામ તસવીરો તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.