લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસબાહ ઉલ હકે રાષ્ટ્રીય ટીમના હેડ કોચ તરીકે સોમવારે અરજી કરી હતી. મિસબાહ પાંચ મહિના પહેલા એક લીગ ક્રિકેટ રમી રહ્યો હતો પરંતુ હવે તે ટીમને માર્ગદર્શન આપતો નજરે પડી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા મુજબ, હિતોના ટકરાવથી બચવા માટે મિસબાહે બોર્ડ ક્રિકેટ કમિટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેણે પીસીબીના ડાયરેક્ટર ઝાકિર ખાનને રાજીનામું આપ્યું હતું.



પાકિસ્તાનના સૌથી સફળ અને લાંબા સમય સુધી ટેસ્ટ કેપ્ટન રહેલા મિસબાહે વર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ચાલુ વર્ષે માર્ચમાં તે પાકિસ્તાન સુપર લીગ ટી20 ટુર્નામેન્ટમાં પેશાવર જાલમી તરફથી રમ્યો હતો.



45 વર્ષીય મિસબાહે એક નિવેદનમાં જણાવ્યું કે, મારું નામ ટીમના ભાવિ હેડ કોચ તરીકે લખવામાં આવી રહ્યું છે તે જોઈ સારું લાગ્યું. પરંતુ મેં આજે જ હેડ કોચ તરીકે અરજી કરી છે. હેડ કોચ બનવાનો મુકાબલો ખૂબ મુશ્કેલ છે અને આ પદ માટે અરજી કરી રહ્યો છે.



મિસબાહે પાકિસ્તાન માટે 56 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી છે. જે આ ટીમ માટે સર્વાધિક છે. મિસબાહ 75 ટેસ્ટમાં 5222 રન, 162 વન ડેમાં 5122 રન અને 39 ટી20 ઈન્ટરનેશનલમાં 788 રન બનાવ્યા છે.

GSTનું વાર્ષિક રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ, જાણો કઈ છે અંતિમ તારીખ

હીરો ઈલેક્ટ્રિકે લોન્ચ કર્યું નવું ઈ સ્કૂટર, કિંમત જાણીને ચોંકી જશો

IND v WI: મેન ઓફ ધ મેચ રહાણેએ કોને સમર્પિત કરી સદી, નામ જાણીને ચોંકી જશો