નવી દિલ્હીઃ મોદીના ખાસ મનાતા કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દીકરી આરુષિ નિશંક ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરશે. તેના નેજીકના લોકોએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું, આરુષિ વૉર ફિલ્મમાં દેખાશે.આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ, ભૂમિ પેડનેકર, કીર્તિ કુલ્હારી જોવા મળશે.

આ વોર ફિલ્મની કહાની ડિફેન્સની છ જાંબાઝ મહિલા અધિકારીઓ પર આધારિત છે. ફિલ્મ ટી સીરિઝ દ્વારા પ્રોડ્યૂસ કરાશે. ટી સીરિઝના અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટાભાગે પુરુષોની વીરતા પર જ આધારિત ફિલ્મો બને છે પરંતુ અમે મહિલાઓની બહાદુરીને મોટા પડદા પર રજૂ કરવા જઈ રહ્યા છીએ.



ફિલ્મ પહેલા આરુષિ પોખરિયાલ નિશાંક એક મ્યૂઝિક આલ્બમમાં પણ જોવા મળશે. તેણે પોતે જાણકારી આપી હતી કે ટી સીરિઝ માટે રોહિત સુચંતી સાથે મ્યૂઝિક આલ્બમ શૂટ કર્યું છે, જેને જલ્દી રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્દેશન ઉરીના નિર્દેશક આદિત્ય ઘર કરી શકે છે. તેમની આ સાથે આ અંગે વાત પણ થઈ છે.


" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">