હસીન જહાં નિયમિત તેના લેટેસ્ટ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.  જે ખૂબ વાયરલ થાય છે. ફરી એકવાર હસીન જહાંનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની મોડલ પત્ની હસીન જહાં તેમના લગ્ન જીવનને લઈને ચર્ચામાં રહી ચૂક્યાં છે. તો હાલ  જ્યાં શમી તેના ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, ત્યાં હસીન તેના લેટેસ્ટ વીડિયો અને તસવીરોને લઇને  ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર હસીન જહાંનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હસીન મેકઅપ  કરતી અને તૈયાર થતી જોવા મળી રહી છે.



સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે લોકો હસીન જહાંને તૈયાર કરી રહ્યા છે અને વીડિયોના બેકગ્રાઉન્ડમાં હસીન જહાંએ 'સજના હૈ મુઝે' રેટ્રો ગીત વગાડ્યું છે. આ ગીતના કારણે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ હસીના જહાંને પૂછી રહ્યાં છે કે, શું તે શમીને આ રીતે મળવા માટે તૈયાર થઈ રહી છે, હસીન જહાં છેલ્લા વીડિયોમાં હસીને પોતાનો લૂક પણ ફેન્સ સાથે શેર કર્યો છે.



 હસીન જહાં સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. વર્ષ 2018માં હસીન જહાંએ મોહમ્મદ શમી પર ફિક્સિંગ અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જો કે તપાસ બાદ BCCIએ મેચ ફિક્સિંગ કેસમાં શમીને ક્લિનચીટ આપી દીધી હતી. બંને વચ્ચેનો વિવાદ તે સમયે હેડલાઇન્સમાં હતો. આ વિવાદ બાદથી હસીન જહાં અને મોહમ્મદ શમી અલગ રહે છે.



હસીને થોડા સમય પહેલા શમી અહેમદના પાત્ર અને તેની રમત પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું હતું. જો કે, હવે શમી અને હસીન બંને એકબીજાથી અલગ જીવનનો આનંદ માણી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હસીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.