તસવીરમાં ત્રણેયનું શાનદાર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. સારા અલી ખાનનો આ ફોટો તેના જન્મના થોડા સમય પછીનો છે. તેણે કેપ્શનમાં લખ્યું, મારી માતાની મા. મમ્મીને જન્મ આપવા માટે આભાર. હેપ્પી મધર્સ ડે. સારાની આ તસવીર લોકો ખૂબ શેર કરી રહ્યા છે.
સારાની માતા અમૃતા સિંહ 80ના દાયકાની ટોપ એકટ્રેસ રહી ચુકી છે, જ્યારે સારાની નાની રૂખસારા સુલતાનાની ગણના દેશની જાણીતી હસ્તીમાં થાય છે. રૂખસારા સુલતાના પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી સાથે નજીકના સંબંધોને લઈ પણ ઓળખાય છે.
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને પોતાની ક્રિએટીવીટીને લઈ ફેંસમાં ઘણી જાણીતી છે. તે સતત અપડેટ્સ યૂઝર્સ સાથે શેર કરતી રહે છે.