નવી દિલ્હીઃ અમેરિકામાં કોરોનાની આફત અટકી નથી રહી, કૉવિડ-19થી અહીં દરરોજ સરેરાશ 2000 લોકોના મોત થઇ રહ્યાં છે, શનિવારે 25,524 નવા કેસ સામે આવ્યા છે, અને 1,422 કોરોના પીડિતોના પણ મોત થઇ ચૂક્યા છે.
આ પહેલા અમેરિકામાં 29,043 નવા કેસ આવ્યા હતા, અને 1,671 લોકોના મોત થયા હતા. આખી દુનિયાના લગભગ એક તૃત્યાંશ દર્દીઓ અમેરિકાના છે. અહીં 13 લાખથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થઇ ચૂક્યા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયામાં સૌથી વધુ કેસો જોવા મળી રહ્યાં છે.
વર્લ્ડોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રવિવારે સવાર સુધી 13 લાખ 47 હજાર 309 થઇ ગઇ છે, વળી કુલ 80,037 લોકોના મોત થઇ ચૂક્યા છે. જોકો બે લાખ 38 હજાર લોકો ઠીક થઇ ગયા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ 343,409 કેસ નોંધાયા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 26,771 લોકો માર્યા ગયા છે. આ બાદ ન્યૂજર્સીમાં 138,579 દર્દીઓમાંથી 9,118 લોકોના મોત થઇ ચૂક્યા છે, આ ઉપરાંત મેસાચુસેટ્સ, ઇલિનૉયસ પણ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
વ્હાઇટ હાઉસના પેસ અને ટ્રમ્પની રોજિંદી સ્વાસ્થ્ય તપાસ શરૂ કરી દેવામાં આવી છે, અને રાષ્ટ્રપતિની સુરક્ષા માટે દરેક પ્રકારની સાવધાની રાખવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
અમેરિકામાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 1422 લોકોના મોત, 25 હજાર નવા કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2020 09:25 AM (IST)
વર્લ્ડોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રવિવારે સવાર સુધી 13 લાખ 47 હજાર 309 થઇ ગઇ છે, વળી કુલ 80,037 લોકોના મોત થઇ ચૂક્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -