આજથી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, ત્યારે વર્ષના છેલ્લા દિવસને બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયે ખાસ અંદાજમાં બાય બાય કર્યું હતું. વર્ષના છેલ્લા દિવસે દરિયા કાંઠે મૌની રોયે બ્લેક ટૂ પીસમાં કામણ પાથર્યું હતું. સનસેટમાં જોરદાર પોઝ આપીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.
Munmun Datta : તારક મહેતાની બબિતાજી ઉર્ફે મુનમુન દત્તા (Munmun Datta) એ ફેન્સની સાથે શાનદાર વીડિયો શેર કર્યો છે. આ તસવીરો 2021ની વિદાય અને 2022ને આવકારવા માટે શેર કર્યો છે. ફેન્સ આ તસવીરોને જોઇને જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે. વીડિયોએ ફેન્સનુ દિલ જીતી લીધુ છે. તસવીરોમાં મુનમુન સૂરજની કિરણોની સાથે એકદમ સોના જેવી ચમકતી દેખાઇ રહી છે. તેને બ્લૂ કલરનો આઉટફિટ પહેરેલો છે અને ચહેરાના ગ્લૉ પરથી નજર હટાવવી મુશ્કેલ થઇ જશે. મુનમુન દત્તા (Munmun Datta Photos)ની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે, ફેન્સ તેના પર જબરદસ્ત કૉમેન્ટ અને પ્રેમ વરસાવી રહ્યાં છે. મુનમુન દત્તા (Munmun Datta Instagram) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને તે હંમેશા પોતાની તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. મુનમુન દત્તા તારક મહેતા જેવી પૉપ્યૂલર સીરિયલમમાં બબિતા જીની ભૂમિકામાં દેખાય છે. જેની સુંદરતા જોઇને જેઠાલાલ હંમેશા પોતાનુ દિલ લુટાવવા તૈયાર થઇ જાય છે. મુનમુન દત્તા છેલ્લા કેટલાક દિવસોથી તારક મહેતામાં ટપ્પૂની ભૂમિકામાં દેખાઇ રહેલા રાજ અનાડકતની સાથે રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. જોકે, બન્નેએ આના પર પોતાની સ્પષ્ટ આપી દીધી છે કે તે માત્ર સારા દોસ્ત છે.