મુંબઈ: ટીવી સીરિયલમાંથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસ મૌની રૉયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મોની રોય પોતાના કો સ્ટાર રાજકુમાર રાવ સાથે શાહરુખ ખાનના ગીત ‘સૂરજ હુઆ મધ્ધમ’ પર રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતી નજર આવી રહી છે.

આ વીડિયોમાં રાજકુમાર રાવ શાહરૂખની જેમ એક્સપ્રેશન્સ આપી રહ્યો છે. રાજકુમાર અને મૌનીનો આ રોમેન્ટિક ડાન્સ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે.


ઉલ્લેખનીય છે કે મૌની રોય જલ્દીજ રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’ માં નજર આવશે. આ ફિલ્મ 25 ઓક્ટોબરે રિલઝ થશે.