મુંબઈઃ  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં માધવી ભાભીનો રોલ કરનારી એક્ટ્રેસ સોનાલિકા જોશીના ઘરે નવું મહેમાન આવ્યું છે. તેણે નવી કાર ખરીદી છે. મહેનતના રૂપિયાથી ખરીદેલી કારનો આનંદ સોનાલિકાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. સોનાલિકાએ કાર ખરીદીની જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે.


ઇન્સ્ટાગ્રામ પર કાર સાથેની તસવીર શેર કરતાં સોનાલિકએ લખ્યું કે, “જ્યારે તમારું નાનકડું સપનું પૂરું થાય છે….તમારા સૌનો આભાર…તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓથી આ શક્ય બન્યું.” તસવીર પરથી જાણી શકાય છે કે ‘માધવી ભાભી’એ એમજી હેક્ટર કાર ખરીદી છે. કાર ખરીદવાનું સપનું સાકાર થવાની ખુશી સોનાલિકાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.



સોનાલિકે જે કાર ખરીદી છે તે MG Hectorના સ્ટાઈલ પેટ્રોલ મેન્યુઅલ મોડલની કિંમત 12.18 લાખ રૂપિયા છે. જ્યારે ટોપ-સ્પેક શાર્પ ડીઝલ મેન્યુઅલ હેક્ટરની કિંમત 16.88 લાખ રૂપિયા છે. હવે સોનાલિકા જોશીએ કારનું કયું મોડલ ખરીદ્યું છે તે વિશે કોઈ ચોક્કસ માહિતી નથી.

ઉલ્લેખનીય છે કે, સોનાલિકા જોશી છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં માધવી ભીડેનું પાત્ર ભજવી રહી છે. શોમાં તેની અને મંદાર (આત્મારામ ભીડે)ની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવે છે. મંદાર અને સોનાલિકાના એક્ટિંગના પણ લોકો ખૂબ વખાણ કરે છે.