સપનાએ પીએમ ઇમરાન ખાનને ટ્વીટ કરી લખ્યું કે “ઇમરાન ખાન સર, હું એક ભારતીય ડૉક્યુમેન્ટ્રી ફિલ્મકાર છું અને મેં સિંધ પર ‘સિંધુસ્તાન’નામની એક ડૉક્યુમેન્ટ્રી બનાવી છે. સિંધ માટે મારા વીઝા બે વખત રિજેક્ટ કરવામાં આવ્યા છે. મે સાંભળ્યું છે કે તમે અલગ છો અને તમે શાંતિ ઇચ્છો છો. તો શું તમે મારા પર કૃપા કરીને મને મારી ફિલ્મ સિંધ માટે આમંત્રણ મોકલી શકશો, આ મારું સપનું છે.”
સપના ભવનાની સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેમણે મહેન્દ્રસિંહ ધોનીની લાંબા વાળની સ્ટાઈલ બનાવી હતી. તેના બાદ ધોની સતત તેમની પાસેથી સ્ટાઇલિંગ કરાવતા રહ્યાં છે. સપના અનેક સેલિબ્રિટિઓની પણ હેર સ્ટાઇલિસ્ટ છે.
સપના માત્ર હેર સ્ટાઇલિસ્ટ નથી પરંતુ ફિલ્મો અને રિયાલિટી શો માં પણ ભાગ લઈ ચુકી છે. સપના બિગ બોસ 6માં પણ ભાગ લઈ ચુકી છે. ખૂબજ ઓછા લોકોને ખબર હશે કે સપના ન્યૂડ આર્ટિસ્ટ પણ છે. તે અનેક વખત ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. તેના આખા શરીર પર ટેટૂ બનાવેલા છે.