મહેસાણા: મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરનારા DySP મંજીતા વણઝારાનો Tiktok વીડિયો વાયરલ
abpasmita.in | 26 Jul 2019 05:05 PM (IST)
હવે મંજીતા વણઝારાનો ટિકટોક વીડિયો વાયરલ થયો છે જોકે, આ વીડિયોમાં તે પોલીસ વર્દીમાં જોવા મળી રહ્યા નથી
મહેસાણાઃ હાલમાં ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના ટિકટોક વીડીયો વાયરલ થઇ રહ્યા છે. તાજેતરમાં જ મહેસાણાના લાંઘણજની મહિલા પોલીસ કર્મચારી અર્પિતા ચૌધરીનો પોલીસ સ્ટેશનમાં બનાવેલો ટિકટોકનો વીડિયો વાયરલ થયો હતો. હવે મંજીતા વણઝારાનો ટિકટોક વીડિયો વાયરલ થયો છે જોકે, આ વીડિયોમાં તે પોલીસ વર્દીમાં જોવા મળી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ અર્પિતાને સસ્પેન્ડ કરી હતી. જોકે, અર્પિતા બાદ અમદાવાદ, વડોદરામાં પણ અનેક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના ટિકટોક વીડિયો વાયરલ થયા હતા. આ તમામ વિરુદ્ધ શિસ્તભંગ બદલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ તમામ પોલીસકર્મીઓના ટિકટોક વીડિયોમાં તેઓ વર્દીમાં જોવા મળી રહ્યા છે. તેમાં કોન્સ્ટેબલથી માંડી પીએસઆઇના કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. હવે મંજીતા વણઝારાનો વીડિયો વાયરલ થતાં તેની સામે શું પગલા ભરવામાં આવશે તે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, મંજીતા વણઝારા વીડિયોમાં પોલીસ વર્દીમાં જોવા મળી રહ્યા નથી એટલું જ નહી તેઓ પોલીસ સ્ટેશનમાં નથી. ટિકટોક વીડિયો મામલે મીડિયા સાથેની વાતમાં વણઝારાએ કહ્યું કે, પોલીસકર્મીચારીઓનું પણ અંગત જીવન હોઈ શકે છે. આ વીડિયો મારા ઘરે શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં હું પોલીસ વર્દીમાં નથી