રિપોર્ટમાં જણાવ્યા મુજબ, જ્યારે સાંજે 5 વાગ્યે અમે અંતિમ વિધિ માટે આવ્યા ત્યારે બીજા વ્યક્તિની લાશ સોંપવામાં આવી હતી. પરિવારે શબગૃહમાં જઈને તપાસ કરતાં ક્યાંય અંકુશની બોડી મળી નહોતી. ડાંસરના મિત્ર જિતેશ ગુપ્તાએ કહ્યું, પરિવારને અંકુશની કિડની કાઢી લેવામાં આવી હોવાની આશંકા છે. કારણકે જ્યારે ઓગસ્ટમાં બ્રેઇન સર્જરી કરાવી ત્યારે કોઈ પ્રકારના ટાંકા નહોતા. તેના પેટ પર ટાંકા લીધા હોવાથી અમને પણ સુરવડેની કિડની કાઢી લીધી હોવાની શંકા છે. ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં તેની મગજની સર્જરી થઈ ત્યારે કોઈ આવા નિશાન નહોતા.
આ સમાચાર મળતા હોસ્પિટલ દ્વારા રવિવારે સાંજે સ્મશાનગૃહમાં કામ કરતાં બે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડીન ડો. મોહન જોશીઆ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
ભાજપ નેતા કેપ્ટન આર તમિલ સેલવને કહ્યું, તેની કિડની નજીક કાપા જોવા મળ્યા છે. વાસ્તવિકતા એ છે તે તેને માથામાં ઈજા થઈ હતી. હોસ્પિટલે આ મુદ્દે તપાસ કરવાની જરૂર છે.