મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ લગાવેલા શોષણના આરોપ મામલે પીઢ અભિનેતા નાના પાટેકરને મુંબઈ પોલીસે ક્લીટ ચીટ આપી દીધી છે. મુંબઈ પોલીસે કહ્યું કે આ મામલે નાના વિરુદ્ધ કોઈ પુરાવા નથી. ત્યારે નાના પાટેકરને ક્લિન ચિટ આપતા તનુશ્રી દત્તાએ નારાજગી વ્યક્ત કરતા મુંબઈ પોલીસ પર ભડકી છે. એક્ટ્રેસે નાના પાટેકર અને મુંબઈ પોલીસને ભ્રષ્ટ ગણાવી છે.

આ મામેલ નાના પાટેકરને ક્લીન ચિટ મળ્યા બાદ તનુશ્રી દત્તા મુંબઈ પોલીસ પર ગંભીર આરોપ લગાવી રહી છે. તનુશ્રીએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે ભ્રષ્ટ પોલીસ ફોર્સ અને લીગલ સિસ્ટમે એક એવા વ્યક્તિ નાના પાટેકરને ક્લીન ચિટ આપી દીધી છે જેના પર અગાઉ પણ અનેક મહિલાઓએ શોષણ અને ડરાવવા-ધમકાવવાનો આરોપ લગાવ્યો છે.


નોંધનીય છે કે ગત વર્ષે તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના શૂટિંગ દરમિયાન છેડતીનો આરોપ લગાવ્યો હતો. આ મામલો મુંબઈ પોલીસ સુધી પહોંચ્યો હતો. મુંબઈ પોલીસે બી સમેરી રિપોર્ટ ફાઈલ કરી હતી. આ રિપોર્ટ ત્યારે ફાઈલ કરવામાં આવે છે જ્યારે પોલીસને કોઈ પુરાવા મળતા નથી અને તે તપાસને આગળ વધારી શકતી નથી. આ રિપોર્ટ બાદ પુરાવાના અભાવે મુંબઈ પોલીસે નાના પાટેકરને ક્લીન ચિટ આપી દીધી છે.