તનુશ્રી-નાના પાટેકર કેસમાં આ હૉટ એક્ટ્રેસને મળ્યું સમન્સ, એક સમયે સલમાનની ગર્લફ્રેન્ડ હોવાની થતી હતી વાતો.........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ તનુશ્રી દત્તા અને અભિનેતા નાના પાટેકર કેસમાં 10 વર્ષ બાદ હવે કેસ દાખલ થયો છે, જેને લઇને મુંબઇ પોલીસે એક્ટ્રેસ ડેઝી શાહને સમન્સ પાઠવ્યું છે.
આ મામલે તપાસ કર્યા બાદ મુંબઇ પોલીસે નાના પાટેકર સહિત અન્ય આરોપીએ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી દીધી છે. લગભગ 10 વર્ષ બાદ આ મામલે એફઆઇઆર નોંધાઇ છે.
ઉલ્લેખનીય છે કે, યૌન શોષણની ઘટના બની ત્યારે ડેઝી શાહ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની આસિસ્ટન્ટ હતી અને આસિસ્ટન્ટ તરીકે તેને તનુશ્રીને ડાન્સ સ્ટેપ્સ શીખવાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
ડેઝીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર તનુશ્રીને ડાન્સ સ્ટેપ્સ શીખવાડવા જતી હતી, અને સતત બે દિવસ સુધી બધુ બરાબર રહ્યું હતું, પણ ત્રીજા દિવસે કંઇક એવુ બન્યુ કે તનુશ્રીનું મૂડ ખરાબ થઇ ગયુ હતું. તનુશ્રીએ યૌન શોષણ મામલે નાના પાટેકર વિરુદ્ધ મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.
એફઆઇઆઇર બાદ પોલીસે ડેઝી શાહને પણ પુછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી છે. સાક્ષી તરીકે ડેઝીનુ નિવેદન નોંધવામાં આવશે અને તપાસની કાર્યવાહી આગળ વધશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -