મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વિરૂદ્ધ મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, મુંબઈ પોલીસે એક્ટ્રેસ વિરૂદ્ધ ડ્રગ્સ મામલે તપાસના આદેશ આપ્યા છે. તની પાછળ કહેવાય રહ્યું છે કે એક્ટર અધ્યયન સુમને એક નિવેદનમાં કહ્યું હતું કે, કંગના રનૌત ડ્રગ્સ લેતી હતી.

ગૃહમંત્રી અનિલ દેશમુખે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા કહ્યું કે, ધારાસભ્ય સુનીલ પ્રભુ અને પ્રતાપ સરનાઈકે વિધાનસમાં મને નિવેદન કર્યું. તેના જવાબમાં મેં કહ્યું કે, કંગના રનૌતનો સંબંધ શેખર સુમનના દીકરા અધ્યયન સુમન સાથે હતો. અધ્યયન સુમને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કંગના રનૌત ડ્રગ્સ લેતી હતી અને મને પણ ઘણી વખત જબરદસ્તીથી ડ્રગ્સ આપવાનો પ્રયત્ન કર્યો. આ પ્રકારનું નિવેદન મને બન્ને ધારાસભ્યોએ આપ્યું.

અનિલ દેશમુખે કહ્યું કે, આ વાતની તપાસ અમારી મુંબઈ પોલીસ કરશે. આ પ્રકારનું નિવેદન મેં વિધાનસભામાં કર્યું.