નવી દિલ્હી: MG motor પોતાની 6 સીટર MG Hector Plusને 15 જૂલાઈએ ભારતમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ તેનો ટીઝર વીડિયો અને બ્રોશર પણ જાહેર કર્યું છે, બ્રોશરમાં આ કારના તમામ ફીચર્સની જાણકારી મળે છે. તમને જણાવી દઈએ કે MG Hector Plus 6 સીટર સાથે આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓટો એક્સપો 2020માં કંપનીએ Hector Plus પરથી પડદો ઉઠાવ્યો હતો. આવો જાણીએ શુ નવુ અને ખાસ મળે છે આ નવી SUV માં.

Hector Plus માં મળશે આ ફિચર્સ

રેન સેન્સર
ઓટો હેડલેમ્પ
હીટેડ ORVM
સનરૂફ
Powerd ટેલગેટ
HD ટચ સ્ક્રીન ડિસ્પ્લે
એન્ડ્રોઈડ ઓટો એન્ડ કાર પ્લે
સ્ટેયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ
8 સ્પીકર્સ અને ટ્વિટર્સ
6 બોડી કલર્સ
શાર્ક એન્ટીના
ડ્યૂલ ટોન અલોય વ્હીલ્સ
360 ડિગ્રી કેમેરા વ્યૂ
6 એરબેગ
ESP અને TCS કન્ટોલ
ABS+EBD
બ્રેક અસિસ્ટ
6 way પાવર એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ

માનવામાં આવી રહ્યું છે કે MG નવી Hector Plus 6 સીટરની કિંમત MG Hector કરતા થોડી વધારે જ રાખશે, કારણ કે નવું મોડલ હાલના મોડલ કરતા થોડી મોટી અને ફિચર્સ પણ વધારે છે. હાલના સમયમાં 5 સીટર MG Hectorની કિંમત 12.74 લાખથી 17.73 લાખ રૂપિયા વચ્ચે છે. તમને જણાવી દઈએ કે Hector Plus કંપનીની ત્રીજી SUV હશે ભારત માટે.



Hector ના મુકાબલે Hector Plusમાં કંપની થોડા કોસ્મેટિક બદલાવ કરશે. ફ્રંટમાં થોડો બદલાવ જોવા મળશે. આ સિવાય LED ડે-ટાઈમ રનિંગ લાઈટ્સ અને નવા હેડલેમ્પ જોવા મળશે. ફીચર્સની વાત કરીએ તો Hector Plusમાં નવા ટેન ફોક્સ લેધર અપહોસ્ટ્રી, બેઝ હેડલાઈનર અને રિવાઈઝ્ડ ડેશબોર્ડ આપવામાં આવ્યા છે. આ કારમાં ત્રણ લાઈનમાં સીટ્સ આપવામાં આવી છે. બીજી લાઈનમાં કેપ્ટન સીટ્સ આપવામાં આવી છે.

Hector Plusના તમામ ફિચર્સ Hector એસયૂવીથી મળતા હશે. આ કારમાં કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને 10.4 ઈંચ ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે.



MG Hector Plus નો મુકાબલો ભારતમાં મહિંદ્રા  XUV500, ટાટા Gravitas, ટોયોટા Innova Crysta, મારૂતિ સુઝુકી  XL6 અને મહિંદ્રા  Marazzo જેવી ગાડીઓ સાથે થશે.

એન્જીનની વાત કરવામાં આવે તો Hector Plusમાં 2.0 લીટર ડીઝલ, 1.5 લીટર પેટ્રોલ અને 1.5 લીટર માઈલ્ડ હાઈબ્રિડ પેટ્રોલ એન્જીન ઓપ્શન આપવામાં આવ્યા છે. 6  સ્પીડ મેન્યૂઅલ ગિયરબોક્સ તમામ એન્જિન સાથે સ્ટાન્ડર્ડ મળશે. કંપનીએ પેટ્રોલ મોડલમાં ડ્યૂલ-ક્લચ ઓટોમેડિટ ટ્રાંસમિશન ઓપ્શન પણ આપ્યું છે.

Car loan Information:

Calculate Car Loan EMI