મુંબઇમાં ભારે વરસાદમાં ફસાયો આ એક્ટર તો બોલ્યો આજે તો અહીં જ તરવુ પડશે, જાણો વિગતે
abpasmita.in | 04 Aug 2019 02:29 PM (IST)
ટાઇગર શ્રોફ ભારે વરસાદના કારણે રસ્તામાં જ ફસાઇ ગયો, જેના કારણે તેને બપોરે ઘરે પાછુ ફરવું પડ્યુ હતુ. 'બાગી-2'ના અભિનેતાએ એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, "મને લાગે છે કે, આજે ફક્ત ઘરેજ તરવું પડશે."
મુંબઇઃ માયાનગરી મુંબઇમાં હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. રિપોર્ટ છે કે, બૉલીવુડના સ્ટાર એક્ટર ટાઇગર શ્રોફ પણ ભારે વરસાદમાં ફસાયો છે, જેને લઇને તેને પૉસ્ટ પણ શેર કરી છે. એક્ટર ટાઇગર શ્રોફ ભારે વરસાદના કારણે રસ્તામાં જ ફસાઇ ગયો, જેના કારણે તેને બપોરે ઘરે પાછુ ફરવું પડ્યુ હતુ. 'બાગી-2'ના અભિનેતાએ એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, "મને લાગે છે કે, આજે ફક્ત ઘરેજ તરવું પડશે." ઉલ્લેખનીય છે કે, એક્ટર પોતાના વર્કઆઉટ માટે બહાર જઇ રહ્યો હતો, જોકે, ભારે વરસાદના કારણે તેને વચ્ચેથી જ ઘરે પરત ફરવું પડ્યુ હતું. જેને લઇને એક્ટરે ઘરે જ વર્કઆઉટ કરવાની તૈયારી કરી હતી.