હાલમાં મુંબઈવાસીઓને વરસાદથી રાહત મળે તેવા કોઈ જ સંકેત નથી. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે જરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળવાની સલાહ આપી છે. સાથે આજે બપોરે હાઈ ટાઈડની ચેતવણી આપી છે.
મુંબઈના કિંગ સર્કલ અને ગાંધી માર્કેટ વિસ્તારમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયું છે. અંધેરી અને મલાડ સબવેમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, અને સિંધુદુર્ગ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. સાથે ભારે વરસાદની અસર રોડ ટ્રાફિક અને રેલવે ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે.
વડાલા અને કુર્લા વચ્ચે ચાલતી હાર્બર લાઈન પર સીએસટી લોકલ સેવા પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવી છે. અંબરનાથ-બદલાપુર લોકલની સેન્ટ્રલ લાઈન પર અસર પડી છે. કલ્યાણમાં શનિવારે રસ્તાઓ પાણી ભરાઈ ગયું છે. રસ્તાઓ પર પાર્ક કરેલી ગાડીઓમાં પણ ભરાઈ ગયું છે એટલું જ નહીં બસો પણ પાણીમાં ડૂબી ગઈ છે. કાંદિવલીનું સહયાદ્રીનગર શનિવારે સવારથી જ થઈ રહેલા વરસાદના કારણે ટાપુ બની ગયું છે. લોકો ઘૂંટણસમા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.