મુંબઈ: મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવવાને લઈને ઉઠાવવામાં આવેલા ઐતિહાસિક પગલાનું દેશભરમાં સ્વાગત થઈ રહ્યું છે. સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઓ પણ મોદી સકારના વખાણ કરી રહ્યા છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી બબિતાએ પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.


'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી સિરિયલની અભિનેત્રી મુનમુને ટ્વિટ કરી કહ્યું, 'મને તો હર્ષનાં આંસુ આવી ગયા છે. આખરે સંગઠિત કાશ્મીર બન્યું, સંગઠિત ભારત બન્યું. મોદી સરકારનું ઐતિહાસિક પગલું છે. ભારત આજે ઉજવણી કરી રહ્યો છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ આપને સલામ. અન્ય એક ટ્વિટમાં લખ્યું, 'એક દેશ, એક રાષ્ટ્ર, એક કાયદો, દરેક માટે સમાન નાગરીક ધારો.'


મહબૂબા મુફ્તીને જવાબ આપતા મુનમુન દત્તાએ ટ્વિટ કર્યું તમારા જેવા લોકોએ ઘણા લાંબા સમય સુધી વિશેષ દરજ્જાનો દુરૂપયોગ કર્યો છે. તમે કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપ્યું. હવે, ભારતમાં આપનું સ્વાગત છે. જે હવે કાશ્મીરીઓને પરાજિત નહીં લાગે. તેઓ ભારતીય છે અને તેઓ આપણા દેશનો પણ એક ભાગ છે. હવે તિરસ્કારનું બીજ ના મુકો.