કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાના મોદી સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે આ યુવતી
abpasmita.in | 05 Aug 2019 08:10 PM (IST)
જમ્મુ કાશ્મીર એક કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે જ્યારે લદાખ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે. કેન્દ્રના આ નિર્ણયનો વિરોધ શરૂ થઇ ગયો છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યસભામાં બંધારણી કલમ 370ને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાં આવ્યો જેને પાસ કરી દેવામાં આવ્યો છે. આ કલમ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી હતી. પ્રસ્તાવ અનુસાર, જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેચી દેવામાં આવશે. જેમાં જમ્મુ કાશ્મીર એક કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે જ્યારે લદાખ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે. કેન્દ્રના આ નિર્ણયનો વિરોધ શરૂ થઇ ગયો છે. શાહ ફૈસલની પાર્ટી સાથે જોડાયેલી શેહલા રશીદે કહ્યું કે, અમે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. સરકારને ગવર્નર માની લેવા અને બંધારણ સભાના બદલે વિધાનસભાને રાખવાનો નિર્ણય બંધારણ સાથે દગો છે. તમામ પ્રગતિશીલ તાકાતો એક થઇને લડાઇ લડીશું. અમે દિલ્હી અને બેંગલુરુમાં વિરોધ પ્રદર્શન કરીશુ. બીજી તરફ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના સાંસદો નઝીર અહમદ લવાય અને મીર મોહમ્મદ ફૈયાઝે બંધારણની કોપી ફાડીને પોતાનો વિરોધ કર્યો હતો ત્યારબાદ સભાપતિએ તેમને સંસદમાંથી બહાર જવાનો આદેશ આપ્યો હતો. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહબૂબા મુફ્તીએ બંધારણની કલમ 370ને ખત્મ કરવાના મોદી સરકારના આ નિર્ણયને ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ ગણાવ્યો હતો.