‘નાગિન’ ફેમ એક્ટ્રેસે આપ્યા ગુડ ન્યૂઝ, લગ્નના 7 વર્ષ બાદ બનશે માતા, વીડિયોમાં બેબી બંપ ફ્લોંટ કરતી મળી જોવા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Oct 2020 08:42 PM (IST)
અનીતાએ વર્ષ 2013માં કોર્પોરેટ પ્રોફેશનલ રોહિત રેડ્ડી સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. અનીતા નાગિન-4માં જોવા મળી હતી.
કરીના કપૂર અને અનુષ્કા શર્માએ તાજેતરમાં પ્રેગ્નેન્ટ હોવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન નાગિન ફેમ અભિનેત્રી અનીતા હસનંદાનીએ પણ ખુશખબર આપી છે. અનીતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પ્રેગ્નેંસીની ખબર આપી છે. વીડિયોમાં અનીતા હસનંદાની અને તેનો પતિ રોહિત રેડ્ડી ડાંસ કરી રહ્યા છે. તેનો પતિ બેબી બંપ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. અનીતાએ કેપ્શનમાં બે હાર્ટને જોડીને ત્રીજું હાર્ટ બનાવ્યું છે. થોડા સમયથી અનીતા પ્રેગ્નેન્ટ હોવાની ખબર આવતી હતી પરંતુ કપલ સતત ઈન્કાર કરતું હતું. રોહિતે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં અનીતાને જોઈને લોકોએ તે પ્રેગ્નેન્ટ હોવાની અટકળો કરી હતી. અનીતાએ ઢીલા કપડાં પહેર્યા હતા અને તેનું વજન પણ વધી ગયેલું જણાતું હતું. એક અન્ય પોસ્ટમાં અનીતાએ રોહિત સાથેની તસવીર પોસ્ટ કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, “વર્ષ 2021 તરફ જોઈ રહી છું. સુપર એક્સાઈટેડ.” અનીતાના આ કેપ્શન જોઈને પ્રશંસકો તેને અભિનંદન આપવા લાગ્યા હતા પરંતુ રોહિતે આ વાતનો ઈનકાર કર્યો હતો. તે સમયે રોહિતે કહ્યું હતું કે, અરે 2021માં વેક્સીન આવશે એટલે આમ લખ્યું છે. જેના પર અનીતાએ કમેન્ટ કરતાં લખ્યું હતું, “ગુડ વન બેબી.” " data-captioned data-default-framing width="400" height="400" layout="responsive"> અનીતાએ વર્ષ 2013માં કોર્પોરેટ પ્રોફેશનલ રોહિત રેડ્ડી સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. અનીતા નાગિન-4માં જોવા મળી હતી. આ ઉપરાંત અનેક જાણીતી સીરિયલમાં તે કામ કરી ચુકી છે. ટીવી કવીન એકતા કપૂર સાથે તેની ખાસ દોસ્તી છે. તે બાલાજી પ્રોડક્શનના અનેક શોની હિસ્સો રહી છે.