ગૂગલે પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Google Pixel 4A ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનને બે મહીના પહેલા ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો હતો. ત્યારે હવે તેની કિંમતની જાણકારી પણ સામે આવી છે. આ ફોનનની કિંમત 31,999 બતાવવામાં આવી રહી છે. કંપની અનુસાર આ સ્માર્ટફોનનું વેચાણ 16 ઓક્ટોબરથી ઈ-કોર્મસ કંપની ફ્લિપકાર્ટ પર કરવામાં આવશે.
Google Pixel 4Aને ભારતમાં માત્ર એક જ વેરિએન્ટ 6GB+ 128GBમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં કલર ઓપ્શન પણ વધારે આપવામાં આવ્યા નથી. તે બ્લેક કલર ઓપ્શનમાં જ અવેલેબલ છે. કંપની આ સ્માર્ટફોન પર બે હજારની છૂટ આપી રહી છે.
Google Pixel 4a 5G ફિચર્સ
આમા 5.8 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે. 6 જીબી LPDDR4 રેમ અને 128 જીબી સ્ટૉરેજની સાથે 3140 mAh2 બેટરી આપવામાં આવી છે. ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765 જી પ્રૉસેસર પર ચાલે છે. ફોટો અને વીડિયો માટે Google Pixel 5ના જેવા કેમેરા સ્પેક્સ આપવામાં આવ્યા છે. ફોનમાં 3.5 મિમી ઓડિયો જેક, સ્ટીરિયો સ્પીકર અને બે માઇક્રોફોન છે.
કેમેરા સેટઅપ
કેમેરાની વાત કરીએ તો આમાં 12.2 મેગાપિક્સલનો સિંગલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં પોટ્રેટ મૉડ, ટૉપ શોટ અને નાઇટ મૉડ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Google Pixel 4A ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ વિશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Oct 2020 06:26 PM (IST)
ગૂગલે પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Google Pixel 4A ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનને બે મહીના પહેલા ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -