અંતરિક્ષમાં શૂટિંગ કરનારો પ્રથમ એક્ટર બનશે ટોમ ક્રૂઝ, NASA એ ખુદ કરી જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 May 2020 12:34 PM (IST)
અંતરિક્ષમાં જઈને શૂટિંગ કરનારો ટોમ ક્રૂઝ પ્રથમ એક્ટર બની જશે. અંતરિક્ષને લઈ ફિલ્મ બની હોય અને ત્યાં જ શૂટ થઈ હોય તેવી પ્રથમ ફિલ્મ હશે.
ન્યૂયોર્કઃ હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝ ટૂંક સમયમાં અંતરિક્ષમાં શૂટિંગ કરતો જોવા મળશે. આ વાતની પુષ્ટિ નાસા પણ કરી છે. ટોમ ક્રૂઝ અને એલન મસ્ક સ્પેસ એક્સ નાસા સાથે મળીને એક ફિલ્મ પર કામ કરી રહ્યા છે. જેનું શૂટિંગ અંતરિક્ષમાં કરાશે. નાસાના એડમિનિસ્ટ્રેટરે જિમ બ્રિડેનસ્ટાઈને ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, નાસા ટોમ ક્રૂઝ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ સ્પેસ સ્ટેશનમાં કરવાને લઈ ઉત્સાહિત છે. તેમણે આગળ ટ્વિટમાં કહ્યું કે, નાસાનો આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે હાલના સમયની નવી જનરેશન, એન્જિનિયર અને સાયન્ટિસ્ટ સાથે મળી કામ કરશે. અંતરિક્ષમાં જઈને શૂટિંગ કરનારો ટોમ ક્રૂઝ પ્રથમ એક્ટર બની જશે. અંતરિક્ષને લઈ ફિલ્મ બની હોય અને ત્યાં જ શૂટ થઈ હોય તેવી પ્રથમ ફિલ્મ હશે. આ ફિલ્મને લઈ વધારે માહિતી સામે નથી આવી પરંતુ એક મોટો અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હશે તેમ કહેવાય છે. આ ફિલ્મ સાથે એલન મસ્ક પણ જોડાયા હોવાનો દાવો થઈ રહ્યો છે. તેમણે ખુદે નાસા તરફથી કરવામાં આવેલા ટ્વિટને જવાબમાં લખ્યું, ખૂબ મજા આવશે.