National Film Awards 2021: 67માં ફિલ્મ પુરસ્કાર (67th National Film Awards)ની શાનદાર શરૂઆત થઇ ગઇ છે. તેની શરૂઆત માર્ચથી જ થઇ ગઇ છે. આજે વિનર્સને  નેશનલ એવોર્ડ આપવામાં આવી રહ્યાં છે. ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂના હસ્તે પુરસ્કાર આપવામાં આવી રહ્યાં છે. આ જ શ્રેણીમાં દિગ્ગજ કલાકાર રજનીકાંત અને તેના જમાઇ સુપરસ્ટાર ધનુષને પણ સમ્માનિત કરવામાં આવ્યાં છે.  


રજનીકાંતને ફિલ્મમાં 45 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યોગદાન આપવા માટે      દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. સમારોહમાં રજનીકાન્તને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને સન્માનિત કર્યાં હતા.




રજનીકાન્તના જમાઇ અને  સુપરસ્ટાર ધનુષને ફિલ્મ અસુરન માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. આટલું જ નહીં તેમની ફિલ્મ અસુરનને તેમજ તેમની  બેસ્ટ તમિલ ફીચર ફિલ્મનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.


રજનીકાંત અને ધનુષ ઉપરાંત .પ્રાંક અને સવાની રવિન્દ્રને બેસ્ટ પ્લેબેક સિંગરને તેરી મિટ્ટી માટે   એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મનોજ વાજપેયીને બેસ્ટ એક્ટર જ્યારે કંગના રનૌતને મણિકર્ણિકા અને પંગા માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.તો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ પલ્લવી  બેસ્ટ સપોર્ટિવ એકટ્રેસનો એવોર્ડ પાપ્ત થયો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેની ટીમને પણ બેસ્ટ હિન્દી ફિલ્મના એવોર્ડથી સન્માનિત કરાઇ હતી.ફિલ્મ છિછોરેને  રજત કમલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. અસુરને બેસ્ટ તમિલ અને જર્સીએ બેસ્ટ તેલુગુ ફિલ્મની કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો.


નોંધનિય છે કે, કંગનાનો આ ચોથો એવોર્ડ છે, આ પહેલા ફિલ્મ ફેશન માટે તેમને બેસ્ટ સપોર્ટિગ એક્ટ્રેસો એવોર્ડ મળ્યો  હતો. બીજી વખત ફિલ્મ ક્વિન માટે બેસ્ટ એક્ટ્રેસનો અને તનુ વેડસ મનુ માટે  બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ તેમણે તેમના નામ કર્યો છે. હવે ચોથી વખત તે આ એવોર્ડ મેળવી રહી છે. આ નેશનલ એવોર્ડની જાહેરાત 22 માર્ચે કરવામાં આવી હતી.


નેશનલ એવોર્ડની યાદી


બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- વિજય સેતુપતિ (સુપર ડીલક્સ-તમિલ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- પલ્લવી જોશી (ધ તાશ્કંદ ફાઇલ્સ-હિન્દી)
બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ- નાગા વિશાલ, કરૂપ્પુ દુરાઇ (તમિલ)
બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ- કસ્તૂરી (હિન્દી), નિર્માતા- ઇનસાઇટ ફિલ્મ, ડિરેક્ટર- વિનોદ ઉતરેશ્વર કામ્બલે
બેસ્ટ ફિલ્મ ઓન એન્વાયરમેન્ટ કંજરવેશન વોટર બરિયલ (મોનપા), નિર્માતા- ફારૂખ ઇફ્તિખાર લસ્કર, ડિરેક્ટર- શાંતનુ સેન
બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇશ્યૂ- આનંદી ગોપાલ (મરાઠી), નિર્માતા- એસ્સલ વિજન પ્રોડક્શન, ડિરેક્શન- સમીર વિધ્વંસ