મુંબઈ: જાણીતા સંગીતકાર એ આર રહેમાન નો 'લૈંડ્સ મૈન' ફિલ્મથી સહ નિર્માતા અને સંગીત નિર્દેશક તરીકે જોડાશે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મનું નિર્દેશન જાણીતા બાંગ્લાદેશી નિર્દેશક મુસ્તફા સરવર ફારૂકી કરશે જેણે ટેલીવિઝન અને ઈરફાન ખાન અભિનીત 'દૂબ: નો બેડ ઓફ રોઝેઝ' બનાવી હતી.

વૈરાયટી પત્રીકાના મુજબ ફિલ્મના નિર્માણ સાથે અમેરિકા, ભારત અને બાંગ્લાદેશના નાગરિકો જોડાયા છે અને એમાં એક દક્ષિણ એશિયાઈ વ્યક્તિની યાત્રાની સ્ટોરી છે.

ઓસ્કર વિજેતા રહેમાને કહ્યું, 'સમયે હંમેશા નવી દુનિયા, નવા વિચારોને જન્મ આપ્યો છે. નવી બેનલી દુનિયામાં નવા પડકાર અને સંભળાવવા નવી સ્ટોરી હોય છે. આ એવી જ એક સ્ટોરી છે.'

ધ લંચબોક્સ અને સેક્રેડ ગેમ્સથી ખૂબ જ ચર્ચામાં રહેલા નવાઝુદ્દીન સિદ્દીકે કહ્યું કે તેને ખુશી છે કે તે રહેમાન સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં ઓસ્ટ્રેલિયાઈ થિયેટર અભિનેત્રી મેગન મિશેલ અને બાંગ્લાદેશી સંગીતકાર અભિનેતા તહસન રહમાન ખાન પણ જોવા મળશે.