નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 2020-21 સત્રમાં મેડિકલના સ્નાતક,પીજી અને ડેન્ટલ પાઠ્યક્રમો માટે અખિલ ભારતીય કોટામાં તમિલનાડુ દ્વારા છોડવામાં આવેલી બેઠકોમાં રાજ્યના કાયદા મુજબ અન્ય પછાત વર્ગ માટે 50 ટકા બેઠકો અનામત નહી કરવાના કેંદ્રના નિર્ણયની વિરૂદ્ધ રાજકીય પક્ષોની અરજી પર વિચાર કરવાનો ઈનકાર કરી દિધો હતો.


જજ એલ નાગેશ્વર રાવ, જજ કૃષ્ણ મુરારી અને જજ એસ રવીન્દ્ર ભટ્ટની બેંચે અન્નાદ્રમુક, દ્રમુક, વાઈકો, અંબુમણિ રામદાસ, માર્ક્સવાદી પાર્ટી, તમિલનાડુ કૉંગ્રેસ કમિટી અને કમ્યુનિસ્ટ પાર્ટીના વકીલોને કહ્યું તેઓ રાહત માટે મદ્રાસ હાઈકોર્ટમાં જાય.

બેંચે આ મામલાની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી દરમિયાન કહ્યું, તમે તેન પરત લો અને મદ્રાસ હાઈકોર્ટ જાઓ. બેંચે રાજકીય પક્ષોને આવું કરવાની છૂટ આપી છે.

આ રાજકીય પક્ષોએ મેડિકલના વર્તમાન શૈક્ષણિક સત્ર દરમિયાન તમિલનાડુ દ્વારા છોડાવામાં આવેલી બેઠકોમાં રાજ્યના અનામત કાયદા મુજબ અન્ય પછાત વર્ગો માટે 50 ટકા સ્થાન અનામત નહી રાખવાના કેંદ્રના નિર્ણયને પડકાર્યો હતો.