એક ઇન્ડિયન ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટરે પ્રભાસની 'સાહો'ને નેગેટિવ રિવ્યૂ આપ્યા છે. પ્રભાસ હિન્દી ડબિંગ, શ્રદ્ધા કપૂરનું પર્ફોર્મન્સ અને મૂવીની લંબાઇની નિંદા કરી છે
મુંબઇઃ છેલ્લા કેટલાય સમયથી પુરજોશમાં પ્રમૉશન થઇ રહેલી ફિલ્મ 'સાહો'ને લઇને હવે નેગેટિવ સમાચાર સામે આવ્યા છે. પ્રભાસની મલ્ટીસ્ટારર ફિલ્મ 'સાહો'ને વિદેશમાં નેગેટિવ રિવ્યૂ મળી રહ્યાં છે. બે વર્ષના ઇંતજાર બાદ બુધવારે યુએઇમાં 'સાહો'નું સ્ક્રીનિંગ થયુ, ત્યાં હાજર રહેલા ક્રિટિકે 'સાહો' 4 સ્ટાર આપ્યા અને એક્શન-થ્રિલર મૂવીની પ્રસંશા કરી હતી. જોકે, આ પૉઝિટીવ ફિડબેક બાહ હવે નેગેટિવ રિવ્યૂ સામે આવી રહ્યાં છે. વિદેશોમાંથી આવેલા રિવ્યૂમાં ક્રિટિક્સને ફિલ્મને બૉરિંગ ગણાવી છે. એક ઇન્ડિયન ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટરે પ્રભાસની 'સાહો'ને નેગેટિવ રિવ્યૂ આપ્યા છે. પ્રભાસ હિન્દી ડબિંગ, શ્રદ્ધા કપૂરનું પર્ફોર્મન્સ અને મૂવીની લંબાઇની નિંદા કરી છે. વળી યુએઇના ફિલ્મ ક્રિટિકનું કહેવું છે કે, 'સાહો'નો રન ટાઇમ વધારે છે, મૂવીમાં માત્ર એક્શન જ એક્શન જ છે, કહાની સ્ટૉન્ગ નથી. ફિલ્મનું સ્ક્રિન પ્લે અને વિલનની ફરિયાદ કરતાં ક્રિટિકે 'સાહો'ને બૉરિંગ ફિલ્મ ગણાવી હતી. એવું પણ કહ્યું કે, ફિલ્મ માત્ર પ્રભાસ અને હેવી એક્શન સીન્સ માટે જ જોઇ શકાય.