આ એક્ટ્રેસે ફરી સૌને ચોંકાવી દીધા, લગ્નની રાતે જ નીકળી પડી હનીમૂન પર
ઉલ્લેખનીય છે કે અજય દેવગનની ફિલ્મ કયામતથી નેહા ધૂપિયાએ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત નેહાએ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નેહાએ જૂલી, સિંઘ ઇઝ કિંગ, 1.40 કી લાસ્ટ લોકલ, તુમ્હારી સુલી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેહા ધૂપિયાની નજીક આવતા પહેલાં અંગદ બેદી બિગ બૉસની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી નોરા ફતેહી સાથે રિલેશનશીપમાં હતો, અને નેહા ધૂપિયાને તેની સારી ફ્રેન્ડ માનવામા આવતી હતી.
નેહા ધૂપિયાના લગ્ન આનંદ કારજના રિવાજ મુજબ થયાં. બૉલીવુડની અન્ય એક અભિનેત્રી સોનમ કપૂરે પણ આ રિવાજ મુજબ લગ્ન જીવનમાં પગલાં પાડ્યાં હતાં. આનંદની દુલ્હન બહુ સુંદર લાગી રહી હતી. નેહાએ લાઈટ પિંક કલરનો લહેંગો પહેર્યો હતો જેને પ્રખ્યાત ડિઝાઇનર અનીતા ડોંગરેએ તૈયાર કર્યો હતો.
અંગદ બેદી ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી બિશન સિંહ બેદીનો પુત્ર છે. આ લગ્ન શીખ રીતિરિવાજ મુજબ થયાં છે. બંનેએ પરિવારની હાજરીમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધાં છે.
લગ્નની રાતે જ નેહા ધૂપિયા અને અંગદ બેદી હનીમૂન મનાવવા માટે નીકળી પડ્યાં છે. દિલ્હી એરપોર્ટ પર બંને સ્પૉટ થયા હતા. મળેલી માહિતી મુજબ અમેરિકામાં બંને થોડો સમય વિતાવશે. અહીંના વિવિધ શહેરોમાં તેઓ હનીમૂન મનાવશે.
નોંધનીય છે કે, નેહા ધૂપિાયા અને પૂર્વ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીના દીકરા અંગદ બેદીના લગ્ન દિલ્હીના એક ગુરુદ્વારામાં થયાં હતાં. બપોરે લગ્ન બાદ બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નની તસવીર શેર કરી હતી. આ લગ્ન એકદમ ગોપનિય રીતે યોજવામા આવ્યાં હતાં અને કોઇને કાનોકાન ખબર પણ નહોતી પડી. જો કે થોડા સમય બાદ જ નેહાની મહેંદી સેરેમનીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર આવી ગઈ હતી.
નવી દિલ્હીઃ નેહા ધૂપિયા અને અંગદ બેદીએ ગુપચુર રીતે લગ્ન કરી લીદા છે અને લગ્નના થોડા જ કલાક બાદ તેઓ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. નેહા અને અંગદ બન્ને અમેરિકા માટે રવાના થયા છે. આમ આ બન્ને લગ્નની રાતે જ હનીમૂપર જવા નીકળી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -