WhatsApp માં આવશે આ નવું ફિચર, હંમેશા માટે 'બદલાઇ જશે' વૉટ્સએપ ગ્રુપ
વૉટ્સએપ યૂઝર્સને ટુંકસમયમાં જ નવા ફિચર્સ મળશે. વૉટ્સએપે ફેસબુકની એપ8 કૉન્ફરન્સમાં નવા ફિચર્સ જેવા સ્ટીકર્સ અને ગ્રુપ વીડિયો કૉલિંગ આવવાની માહિતી આપી હતી. આ ઉપરાંત વૉટ્સએપમાં આના બિઝનેસ એપ, વૉટ્સએપ બિઝનેસના પણ કેટલાક ફિચર્સ આપવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘Restrict Group’ ફિચર દ્વારા નૉન-એડમિન મેમ્બર્સ કોઇ ગ્રુપમાં ફોટોગ્રાફ, વીડિયો, ઝીફ, ડૉક્યૂમેન્ટ કે વૉઇસ મેસેજ ત્યારે મોકલી શકશે જ્યારે એડમિન તેને અનુમતી આપે. આ ફિચરને એન્ડ્રોઇડ 2.18.132 અને તેનાથી ઉપરના વર્ઝનમાં અવેલેબલ થવાના રિપોર્ટ્સ છે.
આવી બધી સમસ્યાઓને સૉલ્વ કરવા માટે વૉટ્સએપ દ્વારા આઇઓએસ, એન્ડ્રોઇડ અને વિન્ડોઝ ફોન એપ્સમાં 'Restrict Group' નામનું એક નવું ફિચર રૉલઆઉટ કરવાના રિપોર્ટ્સ છે. આ ફિચરની મદદથી વૉટ્સએપ ગ્રુપ એડમિન્સ જ ગ્રુપમાં મેસેજ મોકલી શકશે, અને ગ્રુપ મેમ્બર્સ આ મેસેજને વાંચી શકશે અને માત્ર એડમિન જ આ ટેક્સ્ટનો જવાબ આપી શકશે. બીજા ગ્રુપ મેમ્બર્સ માત્ર તેને વાંચી જ શકશે.
નવી દિલ્હીઃ વૉટ્સએપ ગ્રુપમાં એકસાથે કેટલાય મેમ્બર્સ દ્વારા મેસેજ મોકલવા પર ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત વૉટ્સએપ ગ્રુપ્સને અફવાઓ અને નકલી સમાચારો ફેલાવવા માટે પણ જવાબદાર માનવામાં આવે છે. હવે આ એક નવું ફિચર આવવા જઇ રહ્યું છે જેનાથી હંમેશા માટે વૉટ્સએપ ગ્રુપ બદલાઇ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -