Neha Malik Pics: પંજાબી એક્ટ્રેસ અને ‘સખિયાં’ (Skhiyaan) ગીતથી પૉપ્યૂલર થયેલી સિંગર નેહા મલિક (Neha Malik) ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી છે, નેહા અત્યારે એક સોશ્યલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે. નેહા હંમેશા ગ્લેમરસ અને હૉટ તસવીરો શેર કરતી રહે છે, પરંતુ આ વખતે તે પોતાના ઓલ બ્લેક ફોટોશૂટના કારણે ચર્ચામાં છે.


તાજેતરમાં જ પંજાબી અને ભોજપુરી સ્ટાર ગણાતી નેહા મલિકે પોતાની ખાસ તસવીરો શેર કરી છે, આ તસવીરો તેના નવા ફોટોશૂટની છે, આમાં એક્ટ્રેસ શૉર્ટ બ્લેક આઉટફિટમાં દેખાઇ રહી છે, એક્ટ્રેસે તસવીરોની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.






ખાસ વાત છે કે, આ સિંગર વર્ષ 2018માં આવેલા પંજાબી ગીત ‘સખિયાં’ (Sakhiyaan) ખુબ પૉપ્યૂલર થઇ હતી, આ ગીતમાં લીડ એક્ટ્રેસ તરીકે નેહા મલિક દેખાઇ હતી. આ ગીત હિટ થયા બાદ નેહા મલિકને ‘સખિયા ગર્લ’ (Sakhiyaan Girl) ના નામથી લોકો ઓળખવા લાગ્યા હતા. નેહા મલિક ભોજપુરી સિનેમાની આ જાણીતો ચહેરો બની ચૂક્યો છે, જે અત્યાર સુધી ઘણાબધા ગીતમાં દેખાઇ ચૂકી છે, પરંતુ તેનાથી વધુ તે પોતાના હૉટ લૂક્સના કારણે ચર્ચામાં રહે છે.






એક્ટ્રેસ નેહા મલિક સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, જે પોતાની એકથી એક ચઢિયાતી હૉટ એન્ડ ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરોમાં તેનો લૂક એટલો બૉલ્ડ દેખાઇ રહ્યો છે કે તે જોતા જ વાયરલ થઇ રહ્યો છે. વળી, આજકાલ ઇન્ટરનેટ પર નેહા મલિકની બૉલ્ડનેસની ખુબ ચર્ચા થઇ રહી છે. એટલુ જ નહીં તે આજની યુવા પેઢીમાં સોશ્યલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે. નેહા મલિકની તસવીરો આગની જેમ ઇન્ટરનેટ પર વાયરલ થઇ જાય છે. ઇન્સ્ટાગ્રા પર તેને 33 લાખથી વધુ લોકો ફોલો કરે છે. 


ઉલ્લેખનીય છે કે, ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ (Khesari Lal Yadav)ની સાથે નેહા મલિક (Neha Malik)નો સૉન્ગ વીડિયો તરીકે ‘તેરે મેરે દરમિયાં’ (Tere Mere Darmiyan) પણ ખુબ પૉપ્યૂલર થઇ હતી. 































--