મુંબઇઃ બૉલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan) જલદી ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર (Disney+ Hotstar) પરથી ઓટીટી પર ડેબ્યૂ કરવાનો છે. થોડાક દિવસો પહેલા એક એડને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તેને આનો ઇશારો કર્યો હતો, પરંતુ આ મૂવી હશે કે શૉ આને લઇને હજુ સુધી સસ્પેન્સ બરકરાર છે. હૉટસ્ટારની જેમ જ તાજેતરમાં જ આ બીજી એક એડ શેર કરવામા આવી પરંતુ આને પણ ફેન્સની બેચેની વધારી દીધી છે. 


શાહરૂખ ખાનની નવી એડે ફેન્સને ચોંકાવ્યા- 
પહેલી એડની જેમ નવી એડમાં પણ શાહરૂખ ખાન એકવાર બાલકનીમાં જ ઉભેલો દેખાઇ રહ્યો છે, તેની સાથે અભિનેતા રાજેશ જૈસ પણ ઉભેલો છે. શાહરૂખ ખાન પોતાના અંદાજમાં જ ફેન્સ તરફથી વેવ કરી રહ્યો છે, અને પછી તે પુછે છે કે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પરથી કૉલ આવ્યો. આના પર જવાબ મળે છે નહીં, પછી શાહરૂખ ખાન પુછે છે કે તે કૉલ કર્યો કે નહીં, તો તે કહે છે કે કર્યો હતો પરંતુ લાગ્યો નહીં. આ પછી એક મેસેજની રિંગટૉન વાગે છે અને શાહરૂખ ખાન પુછે છે કે મૂવી કે શૉ..... અને આ પછી તે અટેન્શન ના મળવા પર ચીઢાઇને રાજેશના હાથમાંથી ફોન નીચે ફેંકી દે છે. 



આ પહેલા પણ આવી ચૂકી છે એક એડ- 
આ પહેલા જે એડ આવી હતી તેમાં શાહરૂખ ખાન પોતાની ફેન ફોલોઇંગને એન્જૉય કરતો દેખાઇ રહ્યો છે, અને પુછે છે કે આટલા ફેન્સ હશે કોઇ, આના પર રાજેશ કહે છે કે સર હાલ તો નથી પરંતુ આગળની જાણ નથી, કેમ કે તમામ એક્ટર્સ હવે ડિઝ્ની હૉટસ્ટાર પર છે પરંતુ તમે નથી. 


ખાસ વાત છે કે, શાહરૂખ ખાનની આ એડે ફેન્સની ધડકનો વધારી દીધી છે. છેવટે તે ઓટીટી પર શું ધમાલ મચાવવાનો છે અને તે માંગ કરી રહ્યો છે કે આ પ્લીઝ જે પણ જલદી એનાઉન્સ કરી દો. શાહરૂખ ખાન છેલ્લીવાર વર્ષ 2018માં ફિલ્મ ઝીરોમાં દેખાયો હતો, પરંતુ આ ફિલ્મ એટલી સારી કમાલ ન હતી કરી શકી. શાહરૂખ ખાન આજકાલ પોતાની ફિલ્મ પઠાણને લઇને બિઝી છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ અને જૉન અબ્રાહમ પણ દેખાશે. આ ફિલ્મને સિદ્વાર્થ આનંદ ડાયરેક્ટ કરી રહ્યાં છે.