Ankita Lokhande: એક્ટ્રેસ અંકિતા લોખંડેએ સોશ્યલ મીડિયા પર પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે, ફેન્સ આ તસવીરો પર દિવાના થઇ રહ્યાં છે. અંકિતા લોખંડે (Ankita Lokhande) ટીવીની જાણીતી એક્ટ્રેસમાંની એક છે, જેને ટીવીની પૉપ્યૂલર સીરિયલ ‘પવિત્ર રિશ્તા’થી ખુબ લોકપ્રિયતા હાંસલ કરી છે. 


માત્ર ટીવી જ નહીં, અંકિતા લોખંડે બૉલીવુડમાં પણ સારુ એવુ નામ કમાઇ ચૂકી છે. તેને ‘બાગી 3’ અને ‘મણિકર્ણિકા’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. એક્ટિંગની દુનિયા ઉપરાંત અંકિતા લોખંડે એક એક્ટિવ સોશ્યલ મીડિયા યૂઝર છે, જે ઇન્ટરનેટ પર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. અંકિતા લોખંડે સોશ્યલ મીડિયા પર હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, જેને ફેન્સ ખુબ પસંદ કરે છે. 


તાજેતરમાં જ અંકિતા લોખંડે ગ્લેમરસ તસવીરો શરે કરીને ફેન્સને દિવાના બનાવી દીધા છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરોમાં અંકિતા લોખંડેએ ગ્રીન કલરની ફ્લૉરલ ડ્રેસ પહેરેલો છે, નાના ટુંકા ફ્રૉકમાં તે એકદમ કમાલની લાગી રહી છે. 






અંકિતા લોખંડેએ પોતાનો સિમ્પલ લૂક રાખ્યો છે, તેને પોતાના કર્લી વાળને મેસી બનમાં બાંધી રાખ્યા છે. આ તસવીરોને શેર કરતા અંકિતા લોખંડેએ કેપ્શનમાં લખ્યુ છે -સુંદરતા શક્તિ છે અને મુસ્કાન તલવાર છે. 


 














----