મુંબઈ: અભિનેત્રી નિધી અગ્રવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની આગામી ફિલ્મ આઈસ્માર્ટ શંકરના નવા ગીતની કેટલીક તસવીરો ફેન્સ માટે શેર કરી છે. આ તસવીરોમાં હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.




નિધી અગ્રવાલ આ તસવીરોમાં ઉંડીપો ગીતના શૂટિંગ દરમિયાનની છે. આ તસવીરોમાં નિધી બોલ્ડ અંદાજમાં બીચ પર જોવા મળી રહી છે.


આ ગીતનું શૂટિંગ માલદીવમાં થયું છે. નિધી અગ્રવાલ અને રામ પોતિનેની ફિલ્મ આઈસ્માર્ટ શંકર 18 જૂલાઈના રિલીઝ થશે.


નિધી અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જેના કારણે પોતાના ગીતની શૂટિંગની તસવીરો ફેન્સ માટે શેર કરી છે.


એક્ટ્રેસે હિંદી સિનેમામાં ફિલ્મ મુન્ના માઈકલથી ડેબ્યૂ કર્યું હતું.