નવી દિલ્લીઃ ડાયરેક્ટર મધુર ભંડારકરની આગામી ફિલ્મ 'ઇંદુ સરકાર'માં નીલ નિતિશ મુકેશ સંજય ગાંધીની ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ એક પૉલિટિકલ ડ્રામા છે. આ ફિલ્મ માટે મધુર વિનોદ મહેતાની પુસ્તકનો પણ સહારો લેવામાં આવ્યો છે.

ફિલ્મમાં 1975 ની ઇમરજન્સીને પણ દેખાડવામાં આવી છે. નીલ સાથે ફિલ્મમાં 'પિંક' ફેમ કીર્તિ કુલ્હાડી છે. ફિલ્મ 'પિંક'માં કીર્તિના અભિનયને ખૂબ વખાણવામાં આવ્યો હતો. રીયલ લાઇફને રીલ લાઇફમાં ઉતારવી મધુર માટે નવી વાત નથી. ચાંદની બાર, પેજ 3. ફેશન, ટ્રેફિક સિગ્નલ, આ ફિલ્મો મધુરની રિયલ લાઇફ પર આધારીત હતી.

સંજય ગાંધીના રોલ સિવાય શું રાજીવ અને સોનિયા ગાંધીના પાત્રો પણ આ ફિલ્મમાં હશે. નીલ નિતિન મુકેશનું માનવું છે કે, એક્ટર તરીકે આ તેમના માટે મોટો પડકાર છે. નીલ અને મધુર 2008 માં જેલમાં પણ સાથે કામ કરી ચુક્યા છે. ડિસેમ્બરમાં આ ફિલ્મની શુટિંગ શરૂ થઇ જશે.