નવસારીઃ સ્વસ્થ ભારત મીશન અંતર્ગત દેશભરના 500 શહેરનો સમાવેળ કરવામાં આવ્યો છે. જેમા ગુજરાતમાંથી નવસારી શહેરની પસંદગી થઇ છે. નવસારી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ શરુ થનાર હોવાથી નવસારીના શહેરીજનોને કચરો બહાર ફેંકવાને બદલે પોતાના ઘર કે દુકાનોમાં કચરાની ડોલમાં રાખી એમા કરચો એકત્ર કરવા તેમજ જ્યારે પાલિકાના સેનિટેશન શાખાના વાહનો કચરો એકત્ર કરવા આવે ત્યારે તેઓને સહકાર આપવા અપિલ કરવામાં આવી છે.
તેમજ શહેરમાં જાહેરમાં શૌચક્રિયા કરવા જવાને બદલે ઉપલ્ધ શૌચાલયનો ઉપયોગ કરવા અનરોધ કર્યો છે. નવસારીને સ્વચ્છ કેમ ગણવું? અને સરકાર નવસારીને સ્વચ્છ શહેર જ્યારે જાહેર કરી શકે છે.? એ માટે કેંદ્ર સરકારની પ્રતિનિધિઓ દ્વારા પસંદ થયેલા શહેરોમાં સરવે હાથ ધરાશે. જે સર્વે દરમિયાન સરકારી ધોરણો મુજબ નવસારીને માર્કસ પ્રાપ્ત થશે. તો નવસારી નગરપાલિકાને સ્વસ્થ શહેરનું ઉચ્ચ બિરુદ પ્રાપ્ત થશે.
નવસારી નગરપાલિકાની સ્વસ્છતાની અપીલ ધ્યાને લઇને આજથી ગંદકી દૂર રહી સ્વચ્છતા જાળવવાની મહેનત કરવા જારૂરી છે. સ્વચ્છતાને લગતી કોઇફણ ફરિયાદ માટે એન્ડ્રોઇડ એપ પણ લોંચ કરવામાં આવી છે. તદ્દઉપરાંત શહેરી સ્વચ્છતા હેલ્પલાઇન નંબર 180041906020 ટોલ ફ્ર્રી નંબર પર પણએ સ્વસ્છતાે લગતી કોઇપણ ફરિયાદ કરી શકો છો.