તાજેતરમાં જ થયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં એક્ટર અર્જૂન કપૂરને ફિલ્મમાં ફિમેલ એક્ટ્રેસની ગેરહાજરીને લઇને સવાલ પુછવામાં આવ્યો, અર્જૂને લખ્યુ, "આપણે બધા જાણીએ છીએ કે ફિલ્મની સ્ટૉરીલાઇન રિયલ લાઇફથી ઇન્સ્પાયર છે. જ્યારે ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર ગુપ્તાએ આના વિશે રિસર્ચ કર્યુ તો ખબર પડી કે મિશન દરમિયાન કોઇપણ ફિમેલ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર ન હતી. આ કારણે જ ફિલ્મમાં કોઇ હીરોઇનને લેવામાં નથી આવી."
શું છે ફિલ્મની કહાની?
ઇન્ડિયાઝ મૉસ્ટ વૉન્ટેડ ફિલ્મ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. આમાં આતંકી હુમલા બાદ અર્જૂન કપૂર પોતાના ચાર સાથીઓની સાથે ભારતમાં ઓસામાને પકડવા માટે નિર્ણય કરે છે. તે પણ કોઇપણ હથિયાર અને સપોર્ટ-ફન્ડ વિના. આ કામ માટે તેનને IB પાસેથી મદદ નથી મળતી. અર્જૂન અને તેમની ટીમ આતંકીઓના સરગનાની તપાસમાં સર્ચ ઓપરેશન કરી છે.
ફિલ્મમાં અર્જૂન કપૂર, પ્રભાતના રૉલમાં દેખાશે.