મુંબઈઃ બોલિવૂડમાં આમ તો સાંજ પડે ત્યાં કોરોડોના બિઝનેસ થઈ જાય છે. પરંતુ સામે કરોડોની છેતરપિંડી પણ થઈ જતી હોય છે. આ પહેલા અમીષા પટેલ પર પણ 2.5 કરોડની છેતરપિંડીનો  આરોપો લાગ્યો હતો. એ જ રીતે હવે જાણીતા કોરિયોગ્રાફર તથા ફિલ્મ ડાયરેક્ટર રેમો ડિસૂઝા પર 5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન ગેરહાજર રહેવા બદલ ગાઝિયાબાદ કોર્ટે તેના વિરુદ્ધ બિનજામીનપાત્ર પણ વોરંટ જારી કર્યું છે.


સમાચાર એજન્સી ANIના ટ્વીટ મુજબ પુલીસે સત્યેન્દ્ર ત્યાગી નામના એક વ્યક્તિની ફરિયાદ મામલે કેસ દાખલ કર્યો છે. વેપારીનો આરોપ છે કે વર્ષ 2013માં તેમની રેમો ડિસૂઝાથી મુલાકાત થઇ હતી. કેટલાક સમય પછી તેમણે રેમોને ફિલ્મ "અમર...મસ્ટ ડાય" નામની ફિલ્મમાં પૈસા લગાવાનું કહ્યું હતું. તે પછી ફિલ્મની રિલીઝ પછી બેગણી રકમ પાછી કરવાનો વાયદો કર્યો હતો. પણ ફિલ્મની રિલિજ પછી પણ તેમના પૈસા પાછા ના આવ્યા. તો સત્યેંદ્રએ પૈસા માંગવાની શરૂઆત કરી.



13 ડિસેમ્બર 2016ના રોજ તેમને પ્રસાઘ પુજારી નામના એક વ્યક્તિએ ધમકી આપી. અને આ વ્યક્તિએ તેવો દાવો કર્યો કે તે અંડરવર્લ્ડથી આવે છે. અને ફરી એક વાર રેમો જોડે પૈસા માંગ્યા તો પોતાનું બધુ ગુમાવશે તેવી ધમકી આપી હતી. સાથે જ તેણે સત્યેન્દ્રને મુંબઇથી દૂર રહેવાની ધમકી આપી હતી. આ પછી સત્યેન્દ્ર ત્યાગીએ ગાજિયાબાદના સિહાનીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોતાની સાથે થયેલી છેતરપિંડી બાદ 2016માં કોર્ટના આદેશ અનુસાર રેમો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન રેમો હાજર રહ્યો નથી અને તેથી કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. હવે બની શકે કે પોલીસ તેની ધરપકડ કરી શકે.