ઉત્તર કોરિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ગઈકાલે ઉત્તર કોરિયાના મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી હતી. આ મિસાઈલ ટેસ્ટિંગ વખતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કિમ જોંગ ઉન ટશનમાં જોવા મળી રહ્યા છે. કિમ જોંગ ઉનની ફિલ્મી સ્ટાઈલનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કિમ જોંગની ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રીઃ
ઉત્તર કોરિયાના મીડિયાએ ગઈકાલે કિમ જોંગનો એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં કિમ મિસાઈલ લોન્ચની ઉજવણી કરતા દેખાઈ રહ્યા છે. લેધર જેકેટ અને સનગ્લાસ પહેરીને કિમ જોંગ સિક્યોરિટી ગાર્ડ્સ સાથે ફિલ્મી હીરોની સ્ટાઈલમાં એન્ટ્રી કરે છે અને અંતે મિસાઈલ ટેસ્ટિંગ માટે લીલી ઝંડી આપે છે. જે બાદ મિસાઈલ લોન્ચ કરવામાં આવે છે. વીડિયોમાં કિમ જોંગનું ટશન બતાવવામાં આવ્યું હતું. વીડિયોમાં કિમ જોંગ ઉન ફુલ ટશનમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મી હીરોની જેમ તેમને સ્લો મોશનમાં ચાલતો બતાવવામાં આવ્યા છે. બ્લેક જેકેટ-બ્લેક પેન્ટ પહેરીને કિમે કાળા ચશ્માં પણ પહેર્યા છે. વીડિયોમાં કિમ તાળીઓ પાડતા અને હસતા જોઈ શકાય છે. તેમની સાથે સેનાના બે અધિકારીઓ પણ છે. વીડિયોના અંતમાં તે લીલી ઝંડી આપે છે, ત્યારબાદ મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી.
યુઝર્સે સોશિયલ મીડિયા પર મિમ્સ બનાવ્યાઃ
આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. કેટલાકે તેને શાનદાર એડિટિંગ ગણાવ્યું તો કેટલાકે તેને કિમ જોંગનો ફિલ્મી અવતાર ગણાવ્યો. ચાલો જોઈએ કેટલાક રમુજી મીમ્સ..