RCFL એટલે કે રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર લિમિટેડે ટેક્નિશિયનની જગ્યાઓ પર ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન અરજીઓ મંગાવી છે.  રસ ધરાવતા ઉમેદવારો 4 એપ્રિલ 2022 સુધી સત્તાવાર વેબસાઇટ rcfltd.com પર ઑનલાઇન અરજી કરી શકે છે.  ભરતી માટેની અરજી પ્રક્રિયા 21 માર્ચથી શરૂ થઈ ગઈ છે.


જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, આ ભરતી અભિયાન હેઠળ ટેકનિશિયનની 111 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં મિકેનિકલ ડિસિપ્લિનની 51 જગ્યાઓ, ઈલેક્ટ્રિકલ ડિસિપ્લિનની 32 જગ્યાઓ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન ડિસિપ્લિનની 28 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. ટેકનિશિયનની આ જગ્યાઓ પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ.22,000 થી 60,000 સુધીનો પગાર આપવામાં આવશે. આ ભરતીની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારની ઉંમર 31 વર્ષની હોવી જોઈએ પરંતુ સરકારી નિયમો અનુસાર, અનામત વર્ગના ઉમેદવારોને ઉચ્ચ વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે.


અરજી કરવા માટે,ઉમેદવાર પાસે માન્ય સંસ્થામાંથી સંબંધિત વિષયમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઇએ.  ઉમેદવારો અન્ય માહિતી માટે જાહેર કરાયેલ સત્તાવાર નોટિફિકેશન જોઇ શકે છે. આ ભરતી હેઠળ ઉમેદવારોની ઓનલાઈન પરીક્ષા અને ટ્રેડ ટેસ્ટ અનુસાર પસંદગી કરવામાં આવશે. આ પરીક્ષામાં ઉમેદવારોને 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેને ઉકેલવા માટે ઉમેદવારોને 90 મિનિટનો સમય આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઈટ rcfltd.com પર 4 એપ્રિલ, 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.


 


Vodafone-ideaએ આ કારણસર 8 હજાર સિમ કાર્ડને કરી દીધા બ્લૉક, જાણો શું હતી આ કાર્ડમાં ભૂલ....


સ્ટૉરેજનુ ટેન્શન ખતમ ! આવી ગયો 1TB મેમરી વાળો આ સ્પેશ્યલ ફોન, જાણો કિંમતથી લઇને તમામ ડિટેલ્સ


IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ પર આ રીતે ભારી પડે છે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો સૌથી વધુ મેચ કોણે જીતી


અમેઝૉનની ડીલમાં બેસ્ટ Dyson Air Purifier ખરીદો 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ! જાણી લો ઓફર...........


Education Loan Information:

Calculate Education Loan EMI