જયપુરઃ રાજસ્થાનમાં ચિંકારાના શિકારનો મામલો અભિનેતા સલમાન ખાન માટે હજુ કપરા ચઢાણ છે. સલમાન ખાનને ક્લિન ચીટ આપતા રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને રાજસ્થાન સરકારે સુપ્રીમમાં પડકાર્યો છે. સુપ્રીમકોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર થઈ છે અને સલમાન ખાનને જવાબ રજૂ કરવા નોટિસ આપી છે. ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર ચિંકારાના શિકારનો આરોપ છે. કાયદા મુજબ ચિંકારાનો શિકાર ગેરકાયદે છે.