વોશિંગ્ટનઃ IMF દ્વારા નાણાં પર નિયંત્રણ દ્વારા ભ્રષ્ટાચાર સામેની ભારતની લડાઇને ભારતના પ્રયાસોનું સમર્થન કર્યું છે. પરંતુ અર્થવ્યવસ્થામાં લઘુતમ ગતિરોધનું ધ્યાન રાખવા પર ધ્યાન આપ્યું છે. વ્યાપક ભ્રષ્ટાચાર અને કર ચોરી સામે લડવા માટે ક્રાંતિકારી પગાલ રૂપે 500 રૂપિયા અને 1000 જૂની નોટોના ચલણને બંધ કરવાના સરકારના નિર્ણય બાદ ગુરુવારે પહેલી વાર ભારતીય બેંક ખુલ્યા હતા.
IMF ના પ્રવક્તા ગૈરી રાઇસે જણાવ્યું હતું કે, અમે ભારતમાં ભ્રષ્ટાચાર અને અનૈતિક નાણાં પ્રવાહ સામે લડવા માટે કરવામાં આવેલ ઉપાયોનું સમર્થન કરીએ છીએ. ભારતની અર્થવ્યવસ્થામાં પ્રતિદિનના લેણદેનની ભૂમિકાને જોતા સાવધાની રાખવી પડશે જેથી કરીને ઓછામા ઓછો અવરોધ પેદા થાય.